ખાખરીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બાબરા તાલુકા ભાજપના ઉપપ્રમુખ વિપુલભાઈ કાચેલા સરપંચ પદે જંગી બહુમતીથી વિજય થતાં અને સાથેના સભ્યોનો પણ વિજય થતા ગ્રામજનોનો આભારવિધિ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ભુપેન્દ્રભાઈ બસિયા, ગોપાલભાઈ વસ્તરપરા, મુન્નાભાઈ મલકાણ, સંદીપભાઈ રાદડીયા, કિરીટભાઈ બગડા, રમેશભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.