અમરેલી જિલ્લામાં ઘણી જગ્યાએ હોટલ, ચાની લારી કે અન્ય દુકાનોમાં બાળ મજૂરો કામ કરતાં જોવા મળે છે. ખાંભાની એક હોટલમાંથી એક બાળ મજૂરને મુક્ત કરાવી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ અંગે અમરેલીના શ્રમ અધિકારી સચિનકુમાર રામજીભાઈ બોદરએ ખાંભા બસ સ્ટોપ પાસે આવેલી અંબિકા હોટલ એન્ડ રેસ્ટોરન્ટના માલિક અરવિંદભાઈ વશરામબાઈ જેઠવા (ઉ.વ.૫૮) સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીની હોટલમાંથી બાળ મજૂરને ટાસ્ક ફોર્સની મદદથી મુક્ત કરાવી અમરેલીના બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ડી.એન.જોષી વધુ તપાસ કરી રહ્યા છે.