ખાંભામાં સહજાનંદ સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે આજે રવિવારના રોજ આંખ વિભાગ તથા જનરલ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં મોતિયાના તમામ દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન મહેતા હોસ્પિટલ ઉના ખાતે કરવામાં આવશે. આ સાથે જનરલ મેડિકલ તથા ફિજીયોથેરાપીસ્ટ કેમ્પમાં સામેલ દર્દીઓને માર્ગદર્શન તથા ત્રણ દિવસની દવા પણ વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પમાં જરૂરીયાતમંદ દર્દીઓને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ મેડિકલ કેમ્પનું સ્વામિનારાયણ ગુરુકુળ ખાંભા અને મહેતા હોસ્પિટલ ઉના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.