ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આશરે ૩,૯૪૦ લિટર બાયોડીઝલના કેસમાં, ધારીના સિનિયર એડવોકેટ વનરાજભાઈ વાળાની ધારદાર દલીલોના આધારે ત્રણેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો ખાંભાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) જજ એમ.એ. મલેકે હુકમ કર્યો છે. આ કેસમાં કુલ રૂપિયા ૪,૫૫,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ ગુનો ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. અરજણભાઈ દેવાભાઈ કોડીયાતર, જયવીરભાઈ ઉર્ફે જયુભાઈ ધાધલ અને દિલાવરભાઈ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે બાયોડીઝલ ન હોવા છતાં તેને બાયોડીઝલ માનીને મુદ્દામાલ કબ્જે લીધો હતો.








































