ખાંભા પોલીસે કરેલી પ્રશંસનીય કામગીરીની હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચા થઈ રહી છે. ખાંભા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી કે ભારે પવનના લીધે ખાંભાથી ઉના જવાના રસ્તા પર પવનના કારણે વૃક્ષો પડી ગયા હોવાથી આ રસ્તો બંધ થઈ ગયો છે.
જે બાદ પેટ્રોલિંગ કરી રહેલા ખાંભા પોલીસ સ્ટાફ પી.એસ.આઇ. હડિયા તથા એ.એસ.આઇ. બી.એમ.વાળા, મિતેષભાઇ વાળા, ધનાભાઈ પરમાર, રાજુભાઇ બોદર, ભલાભાઇ ગમારા, ધર્મેશભાઇ ઠાકર વગેરે પોલીસ સ્ટાફ રસ્તા પર ઝાડ પડેલ હતા ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે પોતે આ ઝાડ હટાવવાની કામગીરી કરી અને થોડા જ સમયમાં આ માર્ગ ખુલ્લો કરવામાં પોલીસને સફળતા મળી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલા તમામ લોકોએ પોલીસનો આભાર માન્યો હતો અને કામગીરીને બિરદાવી હતી.