અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર વીજચોરી કરવામાં આવતી હોય છે ત્યારે આવી પ્રવૃત્તિને ડામવા માટે પીજીવીસીએલની ટીમ એક્શનમાં આવી છે. ખાંભા તાલુકાના અસામાજીક તત્વો ઘરના મીટરમાં કે ખેતરે વીજચોરી કરતા હોય તેમની સામે ગુનો દાખલ કરી પીજીવીસીએલની ટીમે પોલીસને સાથે રાખી કુલ આશરે રૂ.૪,૭પ,૦૦૦નો દંડ ફટકાર્યો છે. જેમાં પ્રતાપભાઈ મધુભાઈ માંજરીયા રહે.નાની ધારીને ર લાખથી વધુનો દંડ, રણજીતભાઈ ધીરૂભાઈ વાળા રહે.નાની ધારીને ૧ લાખથી વધુનો દંડ, ભરત ગભરૂભાઈ વાળા રહે. કોટડાને ૧ લાખનો દંડ, પ્રતાપ ગભરૂભાઈ વાળા રહે.કોટડાને પ૦ હજારનો દંડ, અનિરૂદ્ધ ઉર્ફે કાનો ભાભલુભાઈ વાળા રહે.કોટડાને રપ હજારનો દંડ તથા દેવશીભાઈ કાનાભાઈ વાઢેર રહે.મોટા બારમણને પ૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આ તમામ ઘરે તેમજ તેમના ખેતરે રાખેલ મીટરમાં વાયરનાં છેડા નાખી વીજચોરી કરતા ઝડપાતા તેમનાં વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.