ખાંભા તાલુકાના લાપાળા ડુંગરથી જીકીયાળી ગામની સરહદ સુધીના અતિ મહત્વના રોડનું બુધવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારી, બગસરા અને ખાંભા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયાના વરદ હસ્તે આ રૂ. ૭.૧૭ કરોડના વિકાસ કાર્યનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અને સદસ્ય કાળુભાઈ ફિંડોલીયા, જિલ્લા પંચાયત ચેરમેન અરવિંદભાઇ ચાવડા, જિલ્લા ભાજપ મંત્રી અંબરીષ જોશી, તાલુકા પંચાયત પ્રમુખ ભીખાભાઈ સરવૈયા, ઉપપ્રમુખ હમીરભાઈ ભરવાડ, કારોબારી ચેરમેન મુકેશભાઈ માંગરોળીયા, ભાણીયા ગામના સરપંચ ભગતભાઈ ભમ્મર સહિત તાલુકા અને જિલ્લાના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાંભા ગ્રામ પંચાયતના સરપંચ અને ભાજપ અગ્રણી બાબાભાઈ ખુમાણે પણ આ વિકાસ કાર્યને આવકાર્યું હતું. આ રોડ બનવાથી ખાંભા વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે. ખાંભાથી સાવરકુંડલા શહેર તરફ જતા વાહનચાલકો માટે આ માર્ગ વધુ સરળ અને સુગમ બનશે.










































