ખાંભા તાલુકાના મોટા બારમણ ગામની પ્રાથમિક શાળામાં બાળમેળો, લાઈફ સ્કીલ અને આનંદ મેળો યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં કાગળ કામ, ચિત્રકામ, રંગોળી, સર્જનાત્મક પ્રવૃત્તિ, વેસ્ટમાંથી બેસ્ટ, વેશભૂષા, બટન ટાંકવા, સાયકલ પંચર, ઇસ્ત્રી મારવી, મહેંદી સ્પર્ધા, હેરસ્ટાઈલ, આરતી થાળી સજાવટ, ભરતગૂંથણ, કુકર ખોલ બંધ, ખિલ્લી મારવી જેવી વિવિધ જીવન કૌશલ્યની સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત, બાળકોએ સ્વાદિષ્ટ વસ્તુઓ પણ બનાવી હતી. જેમાં પાણીપુરી, બટાકા પુરી, બટેટા ભજીયા, શરબત, રગડા પુરી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બધી જ વસ્તુઓ બાળકોએ જાતે જ બનાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ, આ બાળમેળો એક સફળ કાર્યક્રમ બની રહ્યો.