વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ પર આયોજિત ખાંભા તાલુકાના રાયડી ગામે પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અને સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકપ્રિય ધારાસભ્ય જે. વી. કાકડીયા, જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ ચાવડા તાલુકા પંચાયત પ્રમુખ ભીખાભાઈ સરવૈયા, હમીરભાઈ ભરવાડ, સરપંચ શાંતિભાઈ ઠુમ્મર વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.