ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે વીજતંત્ર (pgvcl) ની ઘોર બેદરકારી જોવા મળે છે. ગામના મુખ્ય માર્ગ પર શાળાના બાળકો અને બીજા અનેક લોકો પસાર થાય છે ત્યાં ખુલ્લી ડીપી, ખુલ્લા ફ્યુઝ અને ખુલ્લા વાયરીંગ હોવાથી અકસ્માત થવાનું જોખમ વધી ગયું છે. પીજીવીસીએલના અધિકારીઓ આ સમસ્યાનું નિવારણ લાવે તેવી માગણી સ્થાનિક રહીશો કરી રહ્યા છે, એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.