ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે રહેતા એક પ્રૌઢા ઘરઘંટી શરૂ કરવા જતાં વીજ શોક લાગતાં મોતને ભેટ્યા હતા. તેમના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ સંદર્ભે વિજયભાઈ ભગવાનભાઈ સુદાણી (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ તેમના માતા સવિતાબેન ભગવાનભાઈ સુદાણી (ઉ.વ.૬૫)એ બે દિવસ પહેલા સવારે સાડા નવ વાગ્યે ભીના હાથે ઘરઘંટી શરૂ કરવા જતાં સ્વીચમાંથી વીજ શોક લાગ્યો હતો. જેના કારણે તેમનું મોત થયું હતું. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મહેરા વધુ તપાસ કરી રહ્યા છે.