ખાંભા તાલુકાના ભાડ ગામે ગટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જે.વી. કાકડીયાની રૂ. ૩ લાખ પ૦ હજારની ગ્રાન્ટમાંથી ગામની સુવિધામાં વધારો થાય તે માટે ગટરના કામને મંજૂરી આપવામાં આવતા ધારાસભ્ય જે.વી. કાકડીયાના હસ્તે કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે ભાડ ગામના સરપંચ રસિકભાઇ ભંડેરી, જિલ્લા પંચાયતના સભ્યો કાળુભાઇ ફિંડોળીયા, અરવિંદભાઇ ચાવડા, આનંદભાઇ ભટ્ટ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામમાં સુવિધામાં વધારો થતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જાવા મળી હતી.