ખાંભાના નવા માલકનેસ ગામે મહિલાને ગાળો આપી મુંઢમાર માર્યો હતો તેમજ તેમની પુત્રીની છેડતી કરી હતી. બનાવ અંગે સવિતાબેન ધીરૂભાઈ મકવાણા (ઉ.વ.૪૯)એ રાજાભાઈ બાલાભાઇ પરમાર, અશ્વિનભાઈ ભાણાભાઈ પરમાર, બાઘુબેન રામભાઇ પરમાર તથા વિલાસબેન પ્રકાશભાઇ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, બાઘુબેન પરમારની દીકરીને તેમના દીકરા સાથે પ્રેમસંબંધ હોવાથી તેમના ઘરે આવી હતી. તે વાતનું મનદુઃખ રાખી ચારેય આરોપીઓએ તેની મોટર સાઇકલનો મોરો તોડી નાખ્યો હતો. ઉપરાંત જાહેરમાં અશ્લીલ શબ્દો કહી મુંઢમાર માર્યો હતો. તેમની દીકરીનો દુપટ્ટો ખેંચી નીચે પછાડી દઇ અડપલા કરી છેડતી કરી હતી. તેમને લોખંડના પાઇપ વડે મુંઢમાર માર્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.બી. શિયાળ વધુ તપાસ કરી રહ્યા છે.