ખાંભાના જૂના ગામમાંથી બાઇક ચોરાયું હતું. ભુપતસિંહ નારૂભાઈ રાઠોડ (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ, તેમણે વાડીએથી આવી મોટર સાયકલ ઘરની બહાર પાર્ક કર્યું હતું. જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસ ચોપડે બાઇકની કિંમત રૂ. ૧૦,૦૦૦ જાહેર થઈ હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ધાંધળ વધુ તપાસ કરી રહ્યા છે.