ઉનાના સનખડાનો શખ્સ ખાંભા-ચલાલા રોડ પરથી અમરેલી એલસીબીના હાથે વિદેશી દારૂની ર૧૩ બોટલો સહિત રૂ. ૩.૭૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. પોલીસે પુછપરછ કરતા સનખડાના જયપાલ રાઠોડ તથા મેહુલ મકવાણા નામના શખ્સોની સંડોવણી પણ સામે આવી હતી. પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી પૂછપરછમાં સામે આવેલા નામના શખ્સોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.