ખાંભા ગ્રામ પંચાયતની ચૂંટણી પુરી થતા આ વખતે ખાંભા ગામની કમાન યુવા અને શિક્ષિત સરપંચ રીનાબેન બબાભાઈ ખુમાણને સોંપવામાં આવી છે.
નવનિયુકત સરપંચ રીનાબેન સામે ખાંભાના અણઉકેલ પ્રશ્નો મોં ફાડીને ઉભા છે જેવા કે, ભુગર્ભ ગટરની નિયમિત સફાઈ, ગટરના પાણીથી ઉદ્દભવતી ગંદકી, બંધ રહેલા સીસીટીવી કેમેરા,અને સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનુ નિરાકરણ લાવે તેવુ ખાંભાની જનતા ઈચ્છી રહી છે. ખાંભામાં યુવા અને શિક્ષિત સરપંચ ચૂંટાતા નવનિયુકત સરપંચે ગામનો વિકાસ થાય તેમજ તમામ અણઉકેલ પ્રશ્નો હલ થાય તે માટે કટીબધ્ધ રહેશે તેમ જણાવ્યુ હતુ. નવનિયુકત સરપંચને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા.