ખાંભા ગામે ભાવરડી રોડ ઉપર કાળીયા પીરની દરગાહની બાજુમાં આવેલી વાડીએ એક ખેડૂત નિરણ લેવા આવ્યો હતો, ત્યારે તેની બાઇક ચોરાઈ હતી. આ અંગે મંગળુભાઈ બાલાભાઈ કારેટા (ઉ.વ.૪૫)એ સુત્રાપાડાના દિનેશભાઈ હીરાભાઈ જેઠવા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાના હવાલાવાળું હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ લઈ વાડી ખેતરે નિરણ લેવા ગયા હતા. તે દરમિયાન આરોપી તેમનું મોટર સાયકલ ચોરીને લઈ ગયો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.