તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય આભાર – નિહારીકા રવિયા ચૂંટણી-૨૦૨૬ના સુચારુ સંચાલન માટે ખાંભામાં મામલતદાર મહેન્દ્રભાઈ ભાલોડીના નેતૃત્વ હેઠળ વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર તરીકે નિમણૂક પામેલા કુલ ૧૦૭ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માસ્ટર ટ્રેનર નિલેશભાઈ ઉનાગર અને અજીતસિંહ ગોહિલે કર્મચારીઓને ઈ.વી.એમ. મશીનના ઉપયોગ, મતદાન મથકની જવાબદારીઓ અને આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. મામલતદારે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે આવી તાલીમ અનિવાર્ય છે. તમામ સ્ટાફે આ તાલીમ દ્વારા ચૂંટણી કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી.