અખાત્રીજના દિવસે ખાંભા ખાતે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ ઉજવાયો હતો. પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા આત્મીયજનોને હૃદયાંજલિ અર્પણ કરવા માટે શોભાયાત્રા મોકુફ રાખવામાં આવી હતી. સાંજે ૪ઃ૦૦ વાગ્યે ભગવાન પરશુરામ દાદાનું પૂજન, ૫ઃ૦૦ વાગ્યે ગાયત્રી યજ્ઞ, ૬ઃ૦૦ વાગ્યે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય જેવી કાકડીયા સહિત રાજકીય, સામાજિક આગેવાનો, બ્રહ્મ સમાજના વડીલો, સંતો મહંતો અને દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ ભગવાન પરશુરામના આશીર્વાદ મેળવ્યા અને પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.