ખાંભાથી એક કિલોમીટર દૂર આવેલી આઇ.ટી.આઇ.ની દિવાલ એક વર્ષ પહેલા તૂટી ગઇ હોવાથી હજુ સુધી તંત્ર દ્વારા આ દિવાલનું નવીનીકરણ કરવામાં ન આવતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. એક વર્ષ પહેલા તૌકતે વાવાઝોડામાં ખાંભા
આઇ.ટી.આઇ.ની દિવાલ પડીને પાદર થઇ ગઇ હતી. પરંતુ આટલો સમય વિતવા છતાં જવાબદાર તંત્ર દ્વારા આ દિવાલનું નવીનીકરણ કરવામાં આવ્યું ન હોવાથી
આઇ.ટી.આઇ.માં ફરજ બજાવતાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને રાની પશુઓનું જાખમ રહેલું છે. જેથી તંત્ર દ્વારા આઇ.ટી.આઇની દિવાલનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.