ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રી ખરીફ કેમ્પેઇન અંતર્ગત વિકસિત
કૃષિ સંકલ્પ અભિયાન માટેનો કૃષિ રથ લાઠી તાલુકાના અડતાળા, માલવીયા પીપરીયા, અલી ઉદેપુર, પીપળવા અને ખાંભા તાલુકાના તાંતણીયા, ગીદરડી, ઘાવડીયા મુકામે પહોંચ્યો હતો. આ વિકસિત કૃષિ સંકલ્પ યાત્રામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. મીનાક્ષીબેન બારીયાના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક ડો. નેહા તિવારી, ડો વી.એસ. પરમાર, ડો. એન. એમ. કાછડીયા, ખેતી અધિકારી કવિતા ગઢીયા, સુજીત બારિયા અને યંગ પ્રોફેશનલ પારસ ગજેરા દ્વારા ખેડૂતોને આધુનિક ખેતીની માહિતી તેમજ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે.