ખાંભા નજીક ગઈકાલે એક સિંહણ દ્વારા કરાયેલા માનવ હુમલા બાદ વન વિભાગ તુરંત હરકતમાં આવ્યું હતું. ધારીના ડી.સી.એફ. વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. નકુમ અને રેસ્ક્યુ ટીમે સિંહણને પકડવાની કાર્યવાહી કરી હતી. વન વિભાગની જહેમત બાદ હુમલાખોર સિંહણ રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ પાંજરામાં પૂરાઈ હતી. પકડાયેલી સિંહણને વન વિભાગ દ્વારા એનિમલ કેર ખાતે ખસેડવામાં આવી છે.







































