ખાંભામાં રાજધાની ચોકડી પાસે મંજુ માતાના ખોડિયાર આશ્રમમાં એક ઓરડીમાં પૂજારી આરામ કરતા હતા ત્યારે બે સાધુએ આવી તેમની જટા કાપી નાખી હતી. ઉપરાંત તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો અને વાયરલ કરવાની ધમકી આપી ઝોળીમાં રહેલા રોકડા ૧૦,૮૫૦, મોબાઇલ ફોન, કાજુ-બદામ મળી કુલ ૨૧,૧૫૦ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મહુવાના ભગુડા ભોયરાધાર આશ્રમમાં સેવા પૂજા કરતા અર્જુનગીરી કાળુભાઈ વાળા (ઉ.વ.૫૫)એ અર્જુનગીરી તથા અન્ય એક અજાણ્યા સાધુ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ખાંભા રાજધાની ચોકડી પાસે મંજુ માતાના ખોડિયાર આશ્રમે ઓરડામાં આરામ કરતા હતા તે વખતે બે અજાણ્યા સાધુ તેમના ઓરડામાં ઘૂસી આવ્યા હતા. તેમાના એક આરોપી સાધુએ પોતાનું નામ અર્જુનગીરી બતાવી તેમની સાથે નામ બાબતે માથાકૂટ કરી હતી. જે બાદ તું મુસલમાન હૈ, તું ફર્જી સાધુ છે તેમ બોલાચાલી કરી બે ત્રણ ઝાપટ મારીને ગાળો આપી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી, તેમના માથાની જટા કાપી તે અંગેનો વીડિયો તેમના મોબાઇલ ફોનમાં ઉતારી તેને વાયરલ કર્યો હતો.
તેમની જોળીમાં રહેલ રોકડા રૂ.૧૦,૮૫૦, મોબાઇલ તથા કાજુ બદામ મળી કુલ કિં.રૂ.૨૧,૧૫૦ ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ આર.જી. ચૌહાણ વધુ કપાસ કરી રહ્યા છે.