ખાંભામાં રહેતા સલીમભાઈ દાઉદભાઈ સોલંકી (ઉ.વ૩૨)એ જયદીપભાઈ ભગવાનભાઈ પીપલીયા, ભગવાનભાઈ પીપલીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે આરોપીની દુકાને જઈ મોટર સાયકલનું ટાયર માંગતા તેમણે બાકીમાં દેવાની ના પાડી હતી. ઉપરાંત અગાઉનો હિસાબ તેના ભાઈને ફોન કરી પૂછવાનું કહેતા ગાળો દેવા લાગ્યા હતા. ઉપરાંત મુંઢમાર માર્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.