ખાંભામાં એક પત્નીએ તેના પતિ પાસે સારવારના પૈસા માંગતા તેને ગાળો આપીને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. બનાવ સંદર્ભે સોનીબેન બાબાભાઈ લાડુમોર (ઉ.વ.૩૮)એ પતિ બાબાભાઈ ભીખુભાઈ લાડુમોર (ઉ.વ.૩૮) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને કમરમાં દુઃખાવો થતો હોવાથી સારવાર અર્થે જવા માટે પતિ પાસે પૈસા માંગતા સારું નહોતું લાગ્યું અને ગાળો આપી મુંઢમાર માર્યો હતો. ઉપરાંત બનાવ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.