ખાંભામાં નવરાત્રી જોવા ગયેલા એક કિશોરનું વીજશોક લાગવાથી મોત થયું હતું. જેને લઈ તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ સંદર્ભે દોસુભાઈ જુમાભાઈ દલએ જાહેર કર્યા મુજબ, તેમનો પુત્ર અરમાન ખાંભા ગામે સરકારી હોસ્પિટલ સામે આવેલા રૂદ્રગણ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી જોવા ગયો હતો. તે દરમિયાન અચાનક ઈલેક્ટ્રિક શોક લાગતાં મરણ પામ્યો હતો.