ખાંભામાં વૃધ્ધ ગોડાઉનની બાજુમાં સુતા હતા ત્યારે એક અજાણ્યા ટ્રક ચાલકે બેદરકારી દાખવી વૃધ્ધને ગંભીર ઇજા પહોંચાડતાં વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ ભોગ બનનાર વૃધ્ધની દીકરી આશાબેન રમેશગીરી ગોસ્વામી રહે. સાવરકુંડલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના પિતા ગત તા.૧રના રોજ સવારના ૧૧ઃ૦૦ વાગ્યાની આસપાસ ખાંભા ગામ ખાતે સામાકાંઠા વિસ્તારમાં હિરો મોટર સાયકલના શો-રૂમની સામે આવેલ જશાભાઇના ગોડાઉનની બાજુમાં સુતા હોય ત્યારે ટ્રક નં. જી.જે. ૦૭ ટી.ટી. ૮૪૪૬ ચલાવનાર ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક ગફલતભરી રીતે રીવર્સ લઇ ફરિયાદીના પિતા રમેશગીરી ગોસ્વામીના બન્ને પગ પર ચડાવી દેતાં ફરિયાદીના પિતાના પગ ભાંગી ગયા હતાં. આ ઘટના બાદ અજાણ્યો ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી જતાં ખાંભા પોલીસે તપાસ શરૂ કરી છે.