મહારાજા સયાજીરાવ ગાયકવાડની વડોદરા રાજ્યના શાસનને ૨૫ વર્ષ પુરા થતા ઉજવાયેલ જ્યુબિલી વર્ષની ઉજવણી અવસરે વડોદરા રાજ્યના તમામ મહાલ(તાલુકા) સેન્ટરોમાં ઉજવણી કરવામાં આવી હતી. પ્રજા વત્સલ મહારાજા સયાજીરાવ ગાયકવાડે જ્યુબિલી ધર્મશાળા, પુસ્તકાલય, પોલીસ સ્ટેશન, મહાલ કચેરી, દવાખાના બનાવી પોતાના રાજ્યના લોકોને જ્ઞાન, ઉતારો, પોલીસ રક્ષણ અને આરોગ્યની સુવિધા પૂરી પાડવાના ઉમદા આશયથી પ્રજાને ભેટ આપેલ જે ઐતિહાસિક ધરોહરોને ૧૦૫ વર્ષ જેવો સમય વિતવા છતાં અને અનેક વાવાઝોડા – ભૂકંપ જેવી કાળની થપાટો સહન કરી આજે પણ અડીખમ ઉભી છે. આઝાદી બાદ રાજ્ય સરકારો દ્વારા આ ઐતિહાસિક ધરોહરોની કાળજી – જાળવણી ન કરવાના કારણે ખાંભામાં પથ્થર-સાગ-સિસમ-સાઝડના લાકડા-ચૂનો રેતી પીસીને બનાવેલ બે માળની તત્કાલીન સમયે અને આજે પણ આધુનિક સુવિધાવાળી કંડારેલ ઇમારતોની પૂરતી કાળજી ન લેવાના કારણે ઐતિહાસિક ધરોહરો જેવી ઇમારતો ખંડેર હાલતમાં જોવા મળે છે.