ખાંભામાં ઘર પાસેથી બાઈકની ઉઠાંતરી કરવામાં આવી હતી. ધરમશીભાઇ નરશીભાઇ કળસરીયા (ઉ.વ.૫૪)એ જાહેર કર્યા મુજબ, તા.૨૧/૦૪/૨૫ના તેઓ તથા તેમના સભ્યો ઘરે હાજર હતા. તેમણે રાત્રીના પોતાનું મોટર સાયકલ પોતાના ઘર સામે બહાર રોડ ઉપર પાર્ક કર્યું હતું. તેઓ તથા તેમના ઘરના સભ્યો રાત્રીના સાડા અગિયાર વાગ્યે સુવા માટે રૂમમાં જતા રહ્યા હતા. રાત્રીના ૨ વાગ્યે તેમના બાપુજી જાગતા તેમણે મોટર સાયકલ જોયું નહોતું. તેમણે તથા તેના દીકરાએ આજુબાજુમાં તથા પાડોશમાં પોતાના મોટર સાયકલની તપાસ કરતા તે આજદીન સુધી મળી આવ્યું નહોતું. પોલીસ ચોપડે તેની કિંમત રૂપિયા ૧૨૦૦૦ જાહેર થઈ હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.