ખાંભાના ભગવતીપરામાં ઘરનું ગંદુ પાણી કાઢવાની ના પાડવા મુદ્દે માથાકૂટ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. દરજીકામ કરતાં અરજણભાઈ સામતભાઈ બાંભણીયા (ઉ.વ.૫૨)એ લીલાબેન, નયનાબેન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અરજણભાઈ તેમના ઘરે હાજર હતા ત્યારે લીલાબેન આવ્યા હતા અને ઘરનું ગંદુ પાણી કાઢવાની ના પાડી હતી. જેથી તેમણે કહ્યું કે, તમને શું વાધો છે. તમને બાજુવાળા ચડાવે છે તેમ કહેતા ત્યાંથી જતા રહ્યા હતા. થોડીવારમાં બંને આરોપીઓ પરત આવ્યા હતા અને નયનાબેને કહ્યું કે તમે મારું નામ કેમ ખોટે ખોટુ લ્યો છો તેમ કહી બંને જણા જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. આ સમયે નયનાબેને લાકડીનો એક ઘા મારી ઇજા પહોચાડી હતી.