મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા બડીપલના અને હાલ ખાંભાના રાણીંગપરા ગામે રહેતા કિશનભાઈ નશરૂભાઈ માવી (ઉ.વ.૪૩)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની રાજુબેનને દારૂ પીવાની ટેવ હતી અને મગજના ધૂની હતા. જેથી આવેશમાં આવી ઝેરી દવા પી લેતા મરણ પામ્યા હતા.
ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એસ.ડાભી વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલાના પટવા ગામે રહેતા રાધાબેન કેશાભાઈ શિયાળ (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ કેશાભાઈ સોંડાભાઈ શિયાળ (ઉ.વ.૩૦) ઘણા વર્ષો પહેલા મો.સા. પરથી પડી જતા માથાના ભાગે ઇજા થઈ હતી. તેના કારણે માનિસક સ્થિતિ અસ્થિર હતી અને અવાર-નવાર ગાંડપણ કરતા હતા. બે દિવસ પહેલા ઘરે પોતાની મેળે જારમાં છાટવાની ઝેરી દવા પી’ જતા સારવાર દરમ્યાન મરણ પામ્યા હતા.