ખાંભાની મેઇન બજારમાંથી પસાર થતા સ્ટેટ હાઇ-વે ૯૦ ઉપર પૂર્વ મંજૂરી વિના જ ખાનગી કંપની દ્વારા ખોદકામ કરી નાખતા આ કંપની સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરાઇ છે કે, આ રોડ પર ખોદકામ પૂર્વે મંજૂરી લેવી જરૂરી હોય, તેમ છતાં કેબલ પાથરનારી કંપનીએ ખાંભા તાલુકા પંચાયતથી લઇ ગ્રામ પંચાયત કચેરી સુધીમાં હાઇ-વેની બિલકુલ નજીક કેબલ પાથરી દીધા છે. ત્યારે રોડને નુકસાન કરનાર કંપની સામે તાત્કાલિક અસરથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે.