અમરેલી જિલ્લામાં દિવાળીના પર્વ ટાણે દૂધની માંગ વધી છે. જેનો કેટલાક લેભાગુઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. ખાંભામાં રહેતા એક વેપારી પાસે દૂધનું ઉત્પાદન કરવા કોઈ લાયસન્સ ન હોવા છતાં મિક્સ કરીને બનાવટી દૂધ વેચતો હતો. જેનો અમરેલી એસઓજી ટીમે પર્દાફાશ કર્યો હતો. ખાંભા મીતીયાળા રોડ પર રહેતા ગુણવંતભાઈ શામજીભાઈ કળસરીયા પોતાના રહેણાંક મકાને પોતાની પાસે દૂધના ઉત્પાદન કરવા તેમજ દૂધના સંગ્રહ અને વેચાણ કરવાનું લાયસન્સ ન હોવા છતા દૂધમાં મિલ્ક પાઉડર અને એસિડ વે પાઉડર ભેળસેળ કરી જે બનાવટી દૂધને ગ્વાલા દૂધ નામ લખેલ પ્લાસ્ટીકની થેલીઓમાં મશીન દ્વારા પેકિંગ કરી વેચતો હતો. જેને લઈ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.