ખાંભાની જે.એન. મહેતા હાઇસ્કૂલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાઇસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સેમિનારમાં વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા કાયદાની બારીકાઇપૂર્વકની માહિતી આપવામાં આવી હતી. તેમજ આજના યુગમાં ભેળસેળ અંગે સાવધાની રાખવાની અને આવા ભેળસેળયુક્ત પદાર્થોને કેવી રીતે ચકાસવા તેની પણ સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા હાઇસ્કૂલના કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા સંદર્ભે પેમ્પલેટનું વિતરણ કરાયું હતું.