થર્ટી ફર્સ્ટને લઈને ખાંભા તેમજ ખાંભાથી ઉના, દીવ, સોમનાથ જતા હાઈવે પર પોલીસ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આઉટ પોસ્ટ ખાંભા પી.એસ.આઈ તેમજ ખાંભા પોલીસ દ્વારા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ગન બ્રેથ એનેલાઈજર દ્વારા ચેકિંગ કરાયું હતું અને નશો કરેલા જણાય તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ ગાડીઓની ડેકી ખોલીને તપાસ કરવામાં આવી હતી. પીધેલા વ્યક્તિઓ સામે ડ્રિક એન્ડ ડ્રાઈવનો કેસ કરાયો હતો. ચેકિંગની કામગીરી આખી રાત કરવામાં આવી હતી અને ડ્રિક એન્ડ ડ્રાઈવના રપ થી ૩૦ કેસ નોંધવામાં આવ્યા હતા.