ખાંભાના હનુમાનપુર ગામે રહેતા એક આશીષભાઈ હમીરભાઈ ડાભી (ઉ.વ.૨૨)એ ગાંડાભાઈ મગનભાઈ ડાંભી તથા લાલાભાઈ મગનભાઈ ડાભી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદો તેમના ઘરે હાજર હતા તે વખતે બન્ને આરોપીઓએ તેમના ઘરે આવી પૈસાની ઉઘરાણી કરી જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેમણે ગાળો આપવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ લાકડી વડે આડેધડ શરીરે માર માર્યો હતો. સાહેદ અતુલભાઇ તેઓને બચાવવાં વચ્ચે પડતા તેને પણ શરીરે લાકડી વડે માર મારી તેમજ કુહાડી વડે તેમને માથાના ભાગે મારી એક ટાંકાની ઇજા કરી હતી. તેમજ સાહેદ જાહલબેનને પેટમાં પાટુ મારી પછાડી દઇ જતા જતાં બન્ને આરોપીઓએ તેમને હવે પછી કયારેય મળશો તો જાનથી મારી નાખીશું તેવી મારી નાખવાની ધમકી આપી હતી.