ખાંભાના સમઢીયાળા-૨ ગામે ખેડૂતને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. ખેતરમાંથી કપાસની સાંઠી નાખવા મુદ્દે માથાકૂટ થઈ હતી. બનાવ અંગે સામતભાઇ છનાભાઇ વરૂ (ઉ.વ.૬૫)એ અરજણભાઇ હાદાભાઇ વાઘ તથા ભરતભાઇ અરજણભાઇ વાઘ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ રાયડી બીડ વિસ્તારમાં આવેલ લામધાર તરીકે ઓળખાતી તેમની વાડી/ખેતરે હતા. આરોપી તેમના ખેતરમાંથી કપાસની સાંઠીયું તેના ખેતરમાં નાખતા હતા. જેથી તેમને કપાસની સાંઠીયું નાખવાની ના પાડતા તેને સારૂ નહોતું લાગ્યું. બન્નેએ ઉશ્કેરાઇને જેમ-ફાવે તેમ બિભત્સ શબ્દોમાં ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત તેઓ મોટર સાયકલ લઇ ગામમાં દરણું લેવા માટે જતા હતાં તે વખતે હાથમાં ખરપીયો, લાકડી લઇ રસ્તામાં આડા ઉભા રહી ખરપીયા વડે મોટર સાયકલ પર ઘા માર્યા હતા. જેમાં રૂ.૭૦૦ નું નુકસાન થયું હતું. અમરેલી એસસી એસટી સેલ-૨ના નાયબ પોલીસ અધિક્ષક એન.બી. ગોરડીયા વધુ તપાસ કરી રહ્યા છે.