ખાંભાના વાકીયા ગામે પાણી મુદ્દે મહિલાઓમાં બબાલ થઈ હતી. નયનાબેન ભીખાભાઈ પરમાર (ઉ.વ.૩૬)એ બાબુભાઈ ભીખાભાઈ પરમાર, જયાબેન બાબુભાઈ પરમાર, કોમલબેન બાબુભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ઘરે વાપરવાનું પાણી નહી હોવાથી તેમણે બાબુભાઈને પાણી નાખવાનું કહેતા સારૂ નહોતું લાગ્યું અને અચાનક ઉશ્કેરાઇને તેમના માતાને ગાળો દેતા ગાળો દેવાની ના પાડી હતી. જે બાદ ત્રણેય આરોપીએ તેમની માતા, સાહેદને ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો. ઉપરાંત ફળિયામાં પડેલ નળીયા તથા પાણાના ઘા મકાન પર કર્યા હતા. ઉપરાંત તેમના વાળ પકડી નીચે પછાડી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી હતી. બાબુભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ.૪૭)એ શારદાબેન તથા નયનાબેન ભીખાભાઇ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના મકાનનું કામ ચાલુ હતું અને પાણીની જરૂર હોવાથી તેના નાના ભાઇના ઘરે બળદગાડુ લેવા જતા ના પાડી હતી. જેથી તેમણે મારે બળદગાડાની જરૂર છે જેથી હું લઇ જઇશ તેમ કહેતા ઉશ્કેરાઇને ગાળો દેવા લાગ્યા હતા. ઉપરાંત ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.