ખાંભા તાલુકાના લાસા ગામે નવનિયુક્ત સરપંચ રસીકભાઇ ચોવટીયા તથા તલાટી મંત્રી નવસિંહ ગોહીલ દ્વારા ગામમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગામમાં સફાઇ કામદારોનો અભાવ હોવાથી સફાઇ થતી ન હોય, ઠેરઠેર ગંદકી અને કચરાના કારણે લોકો ત્રસ્ત હતા. જેથી સફાઇ અભિયાનને પગલે ગામને ચોખ્ખું ચણાક બનાવી દેવાતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.