હાલ સાવરકુંડલાના ઘાંડલા ગામે રહેતાં અંજુબેન પ્રવીણભાઈ દાફડા (ઉ.વ.૩૦)એ ખાંભાના લાસા ગામે રહેતા પતિ પ્રવિણભાઈ ખોડાભાઈ દાફડા તથા જેઠ રવજીભાઈ ખોડાભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. ૨૫/૦૯/૨૬ના રોજ સવારે આશરે આઠેક વાગ્યે તેઓ તથા તેમના પતિ ઘરે હાજર હતા, તે દરમિયાન પતિએ કહ્યું હતું કે, ‘આપણે આપણા જૂના ઘરે લાસા ગામે રહેવા જતા રહીએ.’ તેમણે જવાની ના પાડતાં જણાવ્યું હતું કે, ‘આપણા જૂના ઘરે મારા સાસુ-સસરા તથા જેઠ રહેતા હોય, જો ત્યાં જઈએ તો ઝઘડા થાય, તેથી મારે ત્યાં રહેવા જવું નથી.’ જેથી પતિ એકદમ ઉશ્કેરાઈને જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા અને શરીરે આડેધડ ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો. જેઠ પણ જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા અને માર મારવા દોડ્યા હતા. તેમના જેઠે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર ઝઘડો કર્યો હતો. પતિ અને જેઠ બંને જેમફાવે તેમ ગાળો આપી અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા.બનાવ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. પી. ઘાંઘળ વધુ તપાસ કરી રહ્યા છે.









































