ખાંભા તાલુકાના રાયડી ગામમાં સિંહોની લટારનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સિંહો ગામની બજારોમાં આંટાફેરા મારી રહ્યા હોવાનું જોવા મળે છે. તેમજ અહિં સિંહોએ એક ગાયનો શિકાર કરી મિજબાની પણ માણી હતી. સાવજોની લટારને પગલે ગ્રામજનોમાં ડરનો માહોલ પણ છવાયો છે.ખાંભાના રાયડી ગામ આસપાસ સિંહોનો વસવાટ હોવાને કારણે અવાર નવાર ગામમાં સિંહો ઘુસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામનો
આભાર – નિહારીકા રવિયા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં એક જાફરાબાદી ભેંસ પર ૩ ડાલામથાંએ હુમલો કર્યો હતો, જોકે ભેંસે પ્રતિકાર કરતાં ત્રણેયની ચુંગાલમાંથી બચી શકી હતી અને નાસી છૂટી હતી.