ખાંભાના રાયડી ગામે સાળીયાના કેડે રાજકોટના એક યુવકે માતાના નામે જમીન રાખી હતી. આ જમીનની પ્રાઇવેટ માપણી કરાવતા હતા તેનું મનદુઃખ રાખી જેમ ફાવે તેમ બિભત્સ શબ્દોમાં ગાળો આપી, છરી બતાવી ધમકાવ્યો હતો. ઉપરાંત ભેગા મળી ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. આ ઝપાઝપીમાં તેમનો ચેઇન પડી ગયો હતો. બનાવ અંગે રાજકોટમાં રહેતા બ્રિજેનભાઈ ચંદુભાઈ મોખીયા (ઉ.વ.૩૬)એ ગણપતભાઈ બાબુભાઈ ડોબરીયા, ખોડાભાઈ બાબુભાઈ ગોંડલીયા, ભરતભાઈ વિક્રમભાઈ ચાંદુ, કિશોરભાઈ વિક્રમભાઈ ચાંદુ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે આશરે ૪ મહિના પહેલા ખાંભા તાલુકાના રાયડી ગામે સાળીયાના કેડે, તેમના માતાના નામે પાંચ વિઘા ખેતીની જમીન લીધી હતી. જેની બાજુમાં ગણપતભાઈ ડોબરીયાના કાકાની ખેતીની જમીન આવી હતી. જેથી તેના શેઢે ચડી તેઓ મશીન વડે તેમની જમીનની પ્રાઇવેટ માપણી કરાવતા હતા. તેનું મનદુઃખ રાખી આરોપીએ જેમ-ફાવે તેમ બિભત્સ શબ્દોમાં ગાળો આપી, છરી બતાવી ધમકાવ્યો હતો. ઉપરાંત ઢીકાપાટુ વડે મુઢમાર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઝપાઝપીમાં તેમનો ચેઇન પડી ગયો હતો.