અમરેલીના ખાંભા તાલુકામાં રાત્રે બે સિંહણ આવી પહોંચી હતી. રાયડી ગામની શેરીમાં તરાપ મારી એક પશુનો શિકાર કર્યો હતો. જે બાદ સિંહણની જોડીએ મિજબાની માણી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. બે સિંહણ શિકારની શોધમાં ખાંભાના રાયડી ગામમાં આવી પહોંચી હતી. ગામની શેરીમાં સિંહણે પશુને બન્ને તરફથી ઘેરી લીધું હતું. જે બાદ શિકાર કર્યો હતો.