ખાંભાના મોટા સરાકડીયા ગામે છોકરી ભગાડવા મુદ્દે કુટુંબીજનોમાં બબાલ થઈ હતી અને સામસામી ફરિયાદ નોંધાવી હતી. અશોકભાઈ ભીખાભાઈ ચાવડાએ માધાભાઈ ભીખાભાઈ ચાવડા, બાલાભાઈ માધાભાઈ ચાવડા, પરેશભાઈ માધાભાઈ ચાવડા, બોઘાભાઈ માધાભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા આરોપી સંબંધી થતા હતા. પરેશભાઈ ચાવડા તેમના ભાણેજ રાજુભાઇ શંભુભાઇની દીકરીને ભગાડવા ગયો હતો ત્યારે માથાકૂટ થઈ હતી. જેથી શાંતિપૂર્વક વાતચીત કરવા બન્ને પક્ષો ભેગા થયા હતા. જે દરમિયાન તેમને તથા સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ પરેશભાઈ માધાભાઈ ચાવડાએ ભીખાભાઈ નાથાભાઈ પરમાર, માણસુરભાઈ દોલાભાઈ પરમાર, અશોકભાઈ ભીખાભાઈ ચાવડા, ભોજાભાઈ ભીખાભાઈ ચાવડા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ફોઈના દીકરા રાકેશભાઇ માણસુરભાઇને છોકરી ભગાડવા બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી. જે બાબતે તેઓ તથા તેના ભાઇઓ અને પિતા ભીખાભાઈ પરમારના ઘરે સમાધાનમાં ગયા હતા ત્યારે સમાધાન થયું નહોતું. તેમને તથા સાહેદોને જેમફાવે તેમ ગાળો આપી મુંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.