ખાંભાના મોટા સમઢીયાળા ગામના ખેડૂત રમેશભાઈ સેંજલિયાની વાડીમાં પરપ્રાંતીય ખેતમજૂર પરિવાર મજૂરીકામ કરતો હતો. તેનો અઢી વર્ષનો બાળક રમતો હતો. જે બાળક રમતા રમતા શોષ ખાડામાં ખાબક્યો હતો. જેની જાણ થતાં પરિવારે બાળકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખાંભા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોકટરે તપાસ કરતા બાળકનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું. મૃતક બાળકના પરિવારમાં શોક છવાયો છે. હોસ્પિટલમાં પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતકના પરિવારજનો, ખેડૂતો હોસ્પિટલમાં દોડી આવ્યાં હતા. પોલીસે પણ હોસ્પિટલમાં દોડી આવી તપાસ હાથ ધરી છે. બાળક કેવી રીતે અકસ્માતે પડી ગયો તેને લઈ પોલીસે પરિવારના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.