ખાંભાના મોટા બારમણ ગામે ટ્રેક્ટરની ટ્રોલીનું વ્હીલ ફરી વળતાં ૨ વર્ષના માસૂમ બાળકનું મોત થયું હતું. બનાવ અંગે મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના રંજનપુર ગામના અને હાલ મોટા બારમણ ગામે રહી ખેતમજૂરી કરતાં કૈલાશભાઈ સતુમભાઈ પાડવી (ઉ.વ.૩૨)એ વાડી માલિક દેવશીભાઈ ભાણાભાઈ બારૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેમના પત્ની આરોપીની વાડીએ ઓપનેરમાં મગફળી કાઢતા હતા. તેમનો ૨ વર્ષનો પુત્ર પડામાં રમતો હતો. આરોપી તેનું ટ્રેકટર લઈને માંડવીના પાથરા ભરવા જતા હતા ત્યારે તેમના પુત્ર સાથે ટ્રેકટરની ટોલી ભટકાતા તેનું પાછળનું ટાયર પુત્ર પર ફરી વળતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.