ખાંભાના મુંજીયાસર ગામે વાસ્મો યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાસ્મો યોજનાનું ખાતમુહૂર્ત થતાં આવનારા સમયમાં મુંજીયાસર ગામે પાણીની સમસ્યાને જાકારો મળશે. વાસ્મો યોજનાનું ખાતમુહૂર્ત પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય નરેન્દ્રભાઇ ફીંડોળીયા, વિપુલભાઇ શેલડીયા, અરવિંદભાઇ ચાવડા, રમેશભાઇ જાદવ, નટુભાઇ રાઠોડ, ભાવેશભાઇ જાદવ, નાથાભાઇ વાઘ, શિવાભાઇ બારૈયા, રૂખડભાઇ મકવાણા, નરશીભાઇ મકવાણા, ગ્રા.પં. સદસ્યો અને ગ્રામજનો હાજર રહ્યાં હતાં.