ખાંભા તાલુકાના મુંજીયાસર ગામે ખેતીવાડીના વીજ પ્રશ્ને પીજીવીસીએલના અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ જા આગામી એક અઠવાડિયામાં ખેડૂતોનો વીજ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો પીજીવીસીએલ કચેરી-ખાંભા ખાતે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગામના સરપંચે કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, મુંજીયાસરમાં ખેતીવાડીનો વીજ પુરવઠો અનિયમિત મળતા પાકો સુકાઇ જાય છે. મોટાભાગના ખેડૂતો વીજ પાવરથી જ નિપજ લેતા હોય, વીજ પ્રશ્ને અવારનવાર આ વિસ્તારના હેલ્પરને રૂબરૂ મળીને અથવા ફોન કરીને રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. ત્યારે ખેડૂતોનો આ પ્રશ્ન ઉકેલવામાં આવે.