ખાંભાના ભાવરડી ગામે એક યુવકને ‘તારે અહીં બહાર નહીં બેસવાનું’ કહીં ફટકાર્યો હતો. બનાવ સંદર્ભે મુકેશભાઈ જીવાભાઈ રાઠોડ (ઉ.વ.૨૯)એ નાગજીભાઈ ખેતાભાઈ વિઝુંડા, સોનાબેન ખેતાભાઈ વિંઝુડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમના ઘરની બહાર બેઠા હતા ત્યારે આરોપીએ આવીને તારે અહીં બહાર નહીં બેસવાનું તેમ કહેતા તેમણે મારા ઘરની બહાર કેમ ના બેસી શંકુ તેવો જવાબ આપતાં ઉશ્કેરાઇને જેમફાવે તેમ ગાળો આપી તેમના હાથમાં રહેલી લોખંડની પાઇપ વડે પીઠના ભાગે બે ઘા મારી તેના પેન્ટનાં નેફામાંથી છરી કાઢી આડેધડ માર માર્યો હતો.ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના પ્રો.એ.એસ.આઈ કે.એસ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.