ખાંભા તાલુકાના ભાવરડી ગામે રહેતા એક પુરુષને બોલરો ચાલકે ટક્કર મારી હતી. જેથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન પુરુષનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. બનાવ અંગે ભયલુભાઈ બાવભાઈ મોભ (ઉ.વ.૩૫)એ અજાણ્યા બોલેરો ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પિતા મોટર સાયકલ લઈને તા.૦૭-૧૦-૨૦૨૪ના રોજ ખાંભા ગામે ગયા હતા. ખાંભા ગામે ભગવતીપરામાં ખાંભા ઉના રોડે જસુભાઇ મોભના ગેરેજ સામે રોડ ઉપર અજાણ્યા બોલેરો ચાલકે તેમને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થેલા તેમના પિતાને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.